શોધખોળ કરો

શાબાશ જુનાગઢ પોલીસ ! ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી, શું બોલ્યા જુઓ વીડિયો ?

આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ.

Junagadh Rain: છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શહેરમાં 12 ઇંચથી વધુ પડેલા વરસાદે ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સર્જ્યા છે, વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયુ છે, દુકાનો-મકાનો અને ગાડીઓ સહિતના વસ્તુઓને ભારે નુકશાન પહોંચ્યુ છે. આવી કપરી અને વિકટ પરિસ્થિતિમાં જુનાગઢ પોલીસ ખડેપગે રહીને લોકોની મદદ આવી છે. હવે જુનાગઢ પોલીની પ્રસંશીય કામગીરીને ખુદ રાજ્યના ગૃહમંત્ર હર્ષ સંઘવીએ બિરદાવી છે. હર્ષ સંઘવીએ આજે સુરતમાં જુનાગઢ પોલીસે કરેલી કામગીરીને ઉમદા સેવા કાર્ય ગણાવ્યુ હતુ.   

આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ. તેમને કહ્યું - ગુજરાત પોલીસ માનવ સેવા કરે છે, તેમને જુનાગઢ પોલીસના ભરપુર વખાણ કર્યા છે, કહ્યું જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એ બાપા ગ્યા, બાપા ગ્યા... આ વૃદ્ધ વ્યક્તિને જુનાગઢ પોલીસે આબાદ રીતે બચાવી લીધા, આ પોલીસની તાકાત છે. એટલું જ નહીં વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી છે, માતાજીને તેઓ ખભે મૂકી બચાવે છે, આવી ઘોડાપુર અને અતિવૃષ્ટિની વિકેટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે બચાવની કામગીરી કરી છે. પોલીસ રેઇન કૉટ પહેરીને આવા ધોધમાર વરસાદમાં પણ કામ કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જુનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી.

વૃદ્ધનો તણાવવાનો વીડિયો થયો હતો વાયરલ - 
જુનાગઢના વરસાદના વીડિયો હાલાં આખા દેશમાં વાયરલ થઈ રહ્યા છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે.  બાપા તણાયા, બાપા તણાયાએ વીડિયો ખૂબ જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાપા તણાયા તે બાપાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. આ બાપાને  પોલીસ અને સ્થાનિક યુવાનોએ બચાવી લીધા હતા. બાપા તણાયા પરંતુ આજે હિમ્મતવાન લોકોના કારણે બાપા બચી ગયા.

કોણ છે તે આધેડ વ્યક્તિ - 
આ બાપાનું નામ છે વિનોદભાઈ ટેકચંદાણી. પોતાની પાનની દુકાનેથી આવતા હતા ત્યારે અચાનક પુર આવ્યું અને બાપા તણાયા. તેઓ જૂનાગઢની જલારામ સોસાયટી પાસે કાર પાસે તણાયા હતા. બાપાએ abp asmita સાથે વાતચીત કરી અને કહ્યું જેટલા ભગવાન યાદ આવતા હતા તે બધા ભગવાનને બે કલાકમાં યાદ કરી લીધા હતા. મને ભગવાને જીવન આપ્યું અને હિંમતવાન લોકોએ બચાવ્યો. બાપાના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. બાપા મોતના મુખમાંથી બહાર આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. 

શાબાશ જુનાગઢ પોલીસ! 
આજે જુનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રસ્યો સામે આવ્યા છે. પાણીના આ ધસમસતા પ્રવાહમાં અનેક કાર તણાઈ ગઈ હતી. આ ઉપરાંત પશુધન પણ તણાયું હતું. આ બધાને વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક કાર સાથે એક આધેડ વયના વ્યક્તિ તણાતા જોવા મળ્યા હતા. આ વીડિઓમાં કેટલાક લોકો એવું કહેતા પણ સાંભળવા મળ્યા હતા કે, બાપા તણાયા ...બાપા તણાયા...જો કે, હવે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયા હતા તે જ છે. આ વ્યક્તિને જુનાગઢ પોલીસે બચાવી લીધા છે. લોકો જુનાગઢ પોલીસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget