શોધખોળ કરો

Gujarat Election: આ બેઠક પર ભાજપમાં ભંગાણ, બે વખત ધારાસભ્ય રહેલા નેતાએ પાર્ટી છોડી અપક્ષ ઉમેદવારી નોંધાવી

વિધાનસભા ચુંટણી 2022: નાંદોદ વિધાનસભાની ચુંટણીમા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટના મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હર્ષદ વસાવાએ શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

વિધાનસભા ચુંટણી 2022: નાંદોદ વિધાનસભાની ચુંટણીમા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટના મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હર્ષદ વસાવાએ મોટી સંખ્યામાં લોકો સાથે સરઘસ કાઢી શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાથે જ બીજેપીના તમામ હોદ્દાઓ પરથી પણ તેમને રાજીનામું મોકલી આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગતરોજ પોતાનાં 160 ઉમેદવારની જાહેરાત કરતાં નાંદોદ વિધાનસભા બેઠક માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં પુર્વ સંસદીય સચિવ અને બીજેપી આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાને ટિકિટ ફાળવવામાં ન આવતાં સમગ્ર જીલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો કાર્યકરોમાં પડી રહેલા જોવા મળ્યા હતા.

હર્ષદ વસાવાને ટેકેદારો ચૂંટણીમાં ગમે તે ભોગે જંપલાવવા દબાણ કરી રહ્યા હતા, અને તેનું કારણ તેઓની બહુમુખી પ્રતિભા રહ્યુ છે. લોકો સાથે કાર્યકરો સાથેનો વાણી વહેવાર મુખ્ય છે, તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપાએ પસંદ કરેલા શબ્દશરણ તડવી એકવાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવાને પાર્ટી ટિકિટ આપશે જ તેવી ચર્ચા હતી. હર્ષદ વસાવાએ નિષ્ઠાપુર્વક કામગીરી કરી હતી અને શબ્દશરણ તડવી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા.

બીજીવાર પણ હર્ષદ વસાવાએ ટિકિટ માંગી હતી, પરંતુ શબ્દશરણ તડવીને જ 2017 માં ભાજપા કાર્યકરોમાં ભારે અસંતોષ છતાં રિપિટ કરાયા હતા અને ભાજપાએ પોતાનો ઉમેદવાર વન મંત્રી હોવા છતાં પણ નાંદોદ વિધાનસભા બેઠક ગુમાવી હતી. કાઁગ્રેસના પીડી વસાવા વિજેતા થયાં હતાં. આ વખતે પોતે એક પણ વાર ચૂંટણી હાર્યાં નથી,પોતે ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચાના પ્રમુખ પદે પણ હોય અને રાષ્ટ્રિય આદિજાતી આયોગના સભ્ય તરીકે પણ સફળ કામગીરી બજાવી હોયને હર્ષદ વસાવા પોતાને જ ટિકીટ મળશેની આશા પક્ષ પાસે રાખતા હતા. પરંતુ જુથબંધીનો ભોગ બન્યા અને હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી નોંધાવવા તેમની સાથે હજારો સમર્થકો સાથે રહ્યા હતા. જોકે હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી તો કરી છે પણ જીત બાદ પોતાની બેઠક કમલમમાં આપવાની વાત આજે  જ કરી દીધી છે અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 25,000 મતોથી વિજય બનવાની આશા પણ વ્યક્ત કરી છે.

 કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર

Gujarat Election 2022: કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક પરથી મામદભાઈ જતને ટિકિટ આપવામાં આવી છે. ટંકારા બેઠક પરથી લલિત કગથરા, જેતપુરથી દિપકભાઈ વેકરીયાને ટિકિટ આપી છે. ધોરાજી બેઠક પરથી કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી કૉંગ્રેસે ભીખાભાઈ જોશીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પરથી નૌશાદ સોલંકીને ટિકિટ આપી છે. અમરેલી બેઠક પરથી પરેશભાઈ ધાનાણીને ટિકિટ મળી છે. લાઠી બેઠક પરથી વિરજીભાઈ ઠુમ્મરને ટિકિટ મળી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ પહેલા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે  160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કૉંગ્રેસની પ્રથમ યાદીમાં  અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાનું નામ હતું. 

46 ઉમેદવારો સાથેની બીજી યાદી

ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget