શોધખોળ કરો

Heart Attack: 20 વર્ષીય યુવતી ખેતરમાં કામ કરતાં-કરતાં ઢળી પડી, હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોએ લોકોમાં ચિંતા વધારી દીધી છે. આજે રાજકોટ બાદ બનાસકાંઠામાંથી પણ વધુ એક યુવા છોકરીના મોતના સમાચાર સામે આવ્યા છે

Heart Attack News: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોએ લોકોમાં ચિંતા વધારી દીધી છે. આજે રાજકોટ બાદ બનાસકાંઠામાંથી પણ વધુ એક યુવા છોકરીના મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં હ્રદય રોગના હુમલાથી 20 વર્ષીય યુવતીનું મોત થઇ ગયુ છે. આ ઘટના બનાસકાંઠાના આકેસણ ગામની છે. 

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. જિલ્લાના પાલનપુરના આકેસણ ગામમાં હાર્ટ એટેકથી એક 20 વર્ષીય યુવતીનું મોત થયુ છે. ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં કામ કરતી હતી, અહીં તે ઘાસચારો વાઢતી હતી અને અચાનક તેણીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તે નીચે ઢળી પડી હતી. જોકે, તાત્કાલિક ધોરણે યુવતીને હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર પરિવાર અને પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. 

Heart Attack: 20 વર્ષીય યુવતી ખેતરમાં કામ કરતાં-કરતાં ઢળી પડી, હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યા તો પાલનપુરમાં એક વ્યક્તિનું હૃદય અચાનક બંધ થયું. તો ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 11 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આકસ્મિક મોતથી પરિવારમાં ચિંતાનો માહોલ છે.

રાજકોટમાં 45 વર્ષિય મનીષ રાખોલિયાને ઊંઘમાં હાર્ટ અટેક આવતા નિધન થયું. તેઓ રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નહી. બેભાન હાલતમાં પરિવારે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને તબીબે તેમને મૃત જાહેર કરતા હાર્ટ અટેકના કારણે મોત થયાનું જાણાવ્યું હતું. 

- બીજુ નામ 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીનુ છે, જે રાજકોટના મોરબી રૉડ પર આવેલા આનંદ એવેન્યૂ સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યો હતો. આ પહેલા પણ તેને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હતો.  

ત્રીજુ નામ રણજીત યાદવનું છે.  રાજકોટમાં 24 વર્ષીય રણજીત ઉપેન્દ્ર યાદવનું પણ હાર્ટ અટેકથી મોત થયું હતો. જે બિહારી હતો અન  માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતો હતો, અને બકલા વિભાગમાં મજૂરી કરતો હતો, હાર્ટ એટેક આવતા તે અચાનક બેભાન થઇ ગયો હતો અને બાદમાં મૃત્યુ પામન્યો હતો.

- ચોથુ નામ 40 વર્ષીય આશિષ પરસોત્તમ અકબરીનુ છે, જે રાજકોટના મોરબી રૉડ પર આવેલા આનંદ એવેન્યૂ સવારે બેભાન થઇ જતા મોતને ભેટ્યો હતો. આ પહેલા પણ તેને હાર્ટ એટેકનો એક હુમલો આવી ચૂક્યો હતો અને 7 વર્ષથી પથારીવશ હતો.  

- પાંચનું નામ 43 વર્ષીય દિપક કાનજી વેકરિયાનું છે, જે રાજકોટના પડધરીના રંગપર ગામના રહેવાસી છે. દિપક ભાઇને સવારે છાતીમાં દુઃખાવો આવ્યો અને બાદમાં સારવાર દરમિયાન તેમનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. યુવાન નાનાવડા ગામની લોધિકા પ્રાથમિક શાળાનો શિક્ષક છે. યુવાઓમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિતા વધી છે. 

- આ ઉપરાંત આજે ચોથુ નામ પણ આ લિસ્ટમાં ઉમેરાયુ છે. આજે સવારે જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળામાં રહેતા એક 22 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો, જેનું નામ કિશન મનુભાઈ મકવાણા છે. યુવાનને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટ્યો હતો. 

બનાસકાંઠાના પાલનપુરના આકેસણ ગામમાં પણ  હાર્ટએટેકથી 20 વર્ષીય યુવતીનું મોત થયું છે. ભૂમિકા મોર નામની યુવતી ખેતરમાં ઘાસચારો વાઢતી હતી તે સમયે અચાનક ઢળી પડી હતી.યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીનું હૃદયરોગના હુમલાથી મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટની જેમ ભાવનગરમાં પણ હાર્ટઅટેકથી મોતની સંખ્યા વધુ છે. ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં 11 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget