Heat Wave: ગુજરાતમાં ગરમીએ ભૂક્કા કાઢ્યા, આજે યલો એલર્ટ, પારો 40 ડિગ્રીને પાર પહોંચવની સંભાવના
મંગળવારે રાજ્યાના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં 42.5 નોંધાઇને હોટેસ્ટ શહેર બન્યું હતુ
Heat Wave: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, એપ્રિલના મધ્યભાગમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો 40થી પણ ઉપર પહોંચશે. રાજ્યભરમાં અત્યારે અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં સાયક્લૉનિક સરક્યૂલેશનની અસરના કારણે ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત પરંત હવે ફરી એકવાર હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે.
મંગળવારે રાજ્યાના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમાં સૌથી ઊંચુ તાપમાન ડાંગમાં 42.5 નોંધાઇને હોટેસ્ટ શહેર બન્યું હતુ. ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી ફરી આંશિક રાહત ક્યારે મળશે તે હવામાન વિભાગની આગાહી પરથી જાણીએ. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે.
તાજા અપડેટ પ્રમાણે, રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે, રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. રાજ્યમાં 12 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્રના મહુવામાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, તો વળી આજે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આની સાથે સાથે મેગા સિટી અમદાવાદમાં પણ આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
રાજ્યમાં ગરમીનો પારો
મહુવામાં 43.0 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન
વડોદરામાં 42.0 ડિગ્રી તાપમાન
અમરેલીમાં 41.8 ડિગ્રી તાપમાન
રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન
પોરબંદરમાં 41.3 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન
કેશોદમાં 41.2 ડિગ્રી તાપમાન
વલસાડમાં 41.2 ડિગ્રી તાપમાન
વલ્લભ વિદ્યાનગરમાં 40.8 ડિગ્રી તાપમાન
ભૂજમાં 40.1 ડિગ્રી તાપમાન
સુરતમાં 40.0 ડિગ્રી તાપમાન
વેરાવળમાં 40.0 ડિગ્રી તાપમાન
ડીસામાં 39.8 ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં 39.8 ડિગ્રી તાપમાન
કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી અને કચ્છમાં વરસાદી માહોલ, માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સૌ પ્રથમ વાત કરીએ સૌરષ્ટ્રની તો અહીં અમરેલીના ધારી અને ખાંભાના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી,ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. તો બીજી તરફ કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ, સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે. ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
હજુ પણ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.
રાજ્યમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ કોઈ વિસ્તારમાં પ્રીમોનસુંન વરસાદની શક્યતા છે. આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વેહચાઈ જશે જ્યારે જુલાઈ અને ઑગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહવાની શક્યતા છે.