Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેજો. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ: માર્ચ મહિનામાં ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેજો. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અલનીનોની અસરના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. હવામાન વિભાગે માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે અલનીનોની અસરના કારણે ઉનાળો આકરો રહી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે. લઘુત્તમ તાપમાનમાં 2-3 ડીગ્રી તાપમાન વધશે. અમદાવાદમાં 13.3 ડિગ્રી, નલિયા 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર દિશામાં પવન ફુંકાશે. માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહશે.
હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી પાંચ દિવસ તાપમાન સૂકું રહશે તો લઘુત્તમ તાપમાન માં 2-3 ડીગ્રી તાપમાન વધશે. હાલમાં 24 કલાકમાં અમદાવાદ માં 13.3 ડિગ્રી જ્યારે નલિયા 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર દિશામાંથી પવન ફુંકાશે. હવામાન વિભાગે માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
લૂ અને ગરમીથી બચવા શું કરશો ?
છાશ અને લસ્સી
ગરમીથી રાહત મેળવવા માટે દિવસની શરૂઆત છાશ કે લસ્સીથી કરો. જો તમે સવારે છાશ કે દહીં ન પીતાં હોવ તો ભોજનમાં દહીં, છાશ કે લસ્સીનો સમાવેશ ચોક્કસથી કરો. તેનાથી શરીર ઠંડુ રહેશે અને ગરમીથી રાહત મળશે. દહીં પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી ઉનાળામાં દહીં અવશ્ય ખાઓ.
બિલ્લાનું શરબત
ખાસ કરીને ઉનાળામાં બિલ્લુનું શરબત પીવું જોઈએ. બિલ્લુનું ફળ ખાવું થોડું મુશ્કેલ છે, આવી સ્થિતિમાં તમે બિલ્લુન શરબત બનાવીને પી શકો છો. આના કારણે શરીર ઠંડુ રહે છે અને પાચનતંત્ર ખૂબ સારી રીતે કામ કરે છે.
કાચી ડુંગળી
ઉનાળામાં કાચી ડુંગળી જરૂર ખાવી જોઈએ. ડુંગળી ઉનાળામાં પેટને સ્વસ્થ રાખે છે, ડુંગળીને ભોજન સાથે સલાડ તરીકે ખાઓ. આ સિવાય જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ તો તમારા માથા પર કાચી ડુંગળીના ટુકડા રાખો અને ઉપરથી સુતરાઉ કાપડ બંધ કરી દો. આ હીટ સ્ટ્રોકને અટકાવશે.
લીંબુ પાણી
ઉનાળો આવતા જ શરીરમાં પાણીની કમી થઈ જાય છે, આવી સ્થિતિમાં તમારે રોજ લીંબુ પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને લીંબુમાંથી વિટામિન સી મળે છે. લીંબુ પાણી પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે.