Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી
દેશના મોટાભાગના રાજ્યો પર હાલ મેઘરાજા મહેરબાન થાય છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ ધરાને ઘરવી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે.

Rain Forecast:દેશમાં મોનસૂન એક્ટિવ છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.. દેશના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ઘણા રાજ્યોમાં પર હાલ મેઘરાજા મહેરબાન છે. આ કારણે ભારતીય હવામાન વિભાગે ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશમાં વરસાદના કારણે 11 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે 1લી ઓગસ્ટે કોંકણ અને ગોવામાં, 31મી જુલાઈ અને 2જી ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્યપ્રદેશમાં, 1લી અને 02મી ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં અને 2જી ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશમાં 30 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજથી 2 ઓગસ્ટ અને વિદર્ભમાં 1 અને 02 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે.
આ સાથે ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં આજથી 2 ઓગસ્ટ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ, હરિયાણા-ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને 31 જુલાઈએ પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. પંજાબમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી, હરિયાણા-ચંદીગઢમાં 30 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી, ઉત્તર પ્રદેશમાં 30 જુલાઈથી 1 ઑગસ્ટ સુધી અને પૂર્વી રાજસ્થાનમાં 30 જુલાઈ અને 31 જુલાઈએ વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ
મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે 11 ડેમના કેટલાક દરવાજા આંશિક રીતે ખોલવા પડ્યા છે. IMDના ભોપાલ કેન્દ્રના હવામાનશાસ્ત્રી પ્રકાશ ધવલેએ આજે સવારે 8.30 વાગ્યા સુધી સાત જિલ્લા - બરવાની, બેતુલ, બુરહાનપુર, ખંડવા, રાયસેન, રતલામ અને ઉજ્જૈનમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશના જળ સંસાધન વિભાગના એક એન્જિનિયરે જણાવ્યું કે, ભારે વરસાદ વચ્ચે બરગી સહિત 11 ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ
હાલમાં ઉત્તરાખંડને વરસાદથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના નિયામક વિક્રમ સિંહે જણાવ્યું કે, આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે દેહરાદૂન સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી બે-ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. પૌડી, ટિહરી, નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર, પિથોરાગઢ અને બાગેશ્વરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 30 અને 31 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.





















