શોધખોળ કરો

Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, આ જિલ્લામાં મૂશળધાર વરસાદે સર્જી તારાજી, જાણો કયાં કેવી છે સ્થિતિ?

ગુજરાતમાં અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો.

LIVE

Key Events
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, આ જિલ્લામાં  મૂશળધાર વરસાદે સર્જી તારાજી, જાણો કયાં કેવી છે સ્થિતિ?

Background

Gujarat Rain Live Update:ગુજરાતમાં અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો.ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં  સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,...સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને  ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો.

રાજ્યમાં ચોમાસાએ આ વખતે મોડી દસ્તક દીધી પરંતુ ચોમાસાની શરૂઆત વિલંબથી પણ ધમાકેદાર થઇ છે. ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.સૌરાષ્ટ્રના દ્વારકા,જામનગર,રાજકોટ,ભાવનગર,મોરબી,અમરેલીમાં રેડ એલર્ટ આપ્યું છે.  સહિતના વિસ્તારમાં  અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.

હવામાન વિભાગની આગામી મુજબ સૌરાષ્ટ્ર સહિત હજુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ભરૂચ સુરત ડાંગ તાપી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ઓરેંન્જ એલર્ટ  આપ્યું છે.  વરસાદના અનુમાનને જોતા કચ્છમાં પણ હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ આપ્યું છે.

આગામી ત્રણથી પાંચ દિવસ સુધી હજુ પણ અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ખેડા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા પાટણ મહેસાણા સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનો અનુમાન છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો અનુમાન છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ

સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ

વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ

જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ

ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ

ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ

મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ

જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ

નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ

વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ

માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ

તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ

15:39 PM (IST)  •  01 Jul 2023

અમદાવાદમાં ફરી શરૂ થયો વરસાદ

અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, ઈન્ડિયાકોલોની, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ છે.

15:35 PM (IST)  •  01 Jul 2023

પાવાગઢ પગથિયા પર પાણીનો પ્રવાહ

 યાત્રાધામ પાવાગઢ  પગથિયા પર અવિરત પાણીનાં પ્રવાહ વચ્ચે પગથિયા ઉપર તિલક કરી દર્શન કરવાનો વિડિયો સામે આવ્યો છે. પાણીનાં પ્રવાહ વચ્ચે ભક્ત દ્વારા તિલક કરી માનતા પુરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.

13:23 PM (IST)  •  01 Jul 2023

રાજકોટના જેતપુર છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ

રાજકોટના જેતપુરમાં મેઘ મહેર હવે કહેર બની ગયો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના કારણે નવાગઢના ઈલાહી ચોકના કારખાનાઓમાં ઘૂંટણ સામે  પાણી ભરાયા છે. કાપડ, મશિનરી, વાહનો સહિતનો સામાન પાણીમાં ડૂબ્યા છે. નીચાણવાળા વિસ્તારના મજૂરોના ઘરોમાં  પાણી ભરાઇ જતાં તા ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું છે.

13:15 PM (IST)  •  01 Jul 2023

અમદાવાદમાં ભારે વરસાદમાં પ્રિમોન્સૂન પ્લાનનું ધોવાણ, 15 ફૂટ મોટો ભૂવો પડ્યો

અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદ પાસે રોડ  મહાકાય ભુવો પડ્યો છે જેમાં આખે આખી કાર ગરકાવ થઈ જાય. 15 ફૂટનો ભુવો પડતા રસ્તો બંધ કરવાની  ફરજ પડી છે. ભૂવાના પગલે એક તરફના રસ્તાના વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે. ભુવા પાસે આવેલી દુકાન માલિકોની ચિંતા પણ વધી છે. કોઇ દુર્ઘટના ન થાય માટે  AMC ભુવાને કોર્ડન  કર્યો છે.

13:14 PM (IST)  •  01 Jul 2023

અમરેલીમાં મેઘરાજા મહેબાન, રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ

સતત પાંચ દિવસથી અમરેલી જિલ્લા પર મેઘો મહેરબાન થયો છે.  અમરેલી શહેર સહિત અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સાવરકુંડલાના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શાળામાં પણ રજા આપવામાં આવી છે. ..તો આંબરડી ગામના બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી રહ્યાં છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget