Gujarat Rain: રાજ્યના 8 જિલ્લા અને સંઘ પ્રદેશ માટે ત્રણ કલાક ભારે, જાણો શું છે મોટી આગાહી ?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
દમણ, દાદરાનગર હવેલીમાં ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર,ખેડામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી છે.
વલસાડમાં પણ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે.
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial