શોધખોળ કરો

Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ  વરસશે.

ગાંધીનગર: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ  વરસશે. 18 જુલાઈથી સૌરાષ્ટ્ર-કચ્છ , ઉત્તર અને દક્ષિણ ગુજરાત પાણી-પાણી થશે.  18 તારીખે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે .

19 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

મહુવા પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ

મહુવાનાં તાલુકા પથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે.મહુવાનાખડસલીય,કુંભણ,કોજળી,કોટિયા, ખરેડ સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો  છે. 

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ 

ધોલેરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદી માહોલ છવાયો છે. ઓલપાડ બાદ માંડવી તાલુકામાં વરસાદ શરૂ થયો છે. માંડવી નગર અને તાલુકામા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માંડવીના મુખ્ય બજાર ,ધોબણી નાકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી

સાંજે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 125.57 મીટર નોંધાઈ છે. મહત્તમ સપાટી 138.68 મીટર  છે. હાલ પાણીની આવક 68,923 ક્યુસેક છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક  64,945 ક્યુસેક થઈ છે. રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક 10,171 ક્યૂસેકની છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં જાવક  5,155 ક્યુસેકની છે. કુલ જાવક 15,326 ક્યૂસેકની છે. 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 43 સે.મી.નો વધારો થયો છે.

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 15, 16 અને 17 તારીખે ભારે વરસાદ અને 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget