શોધખોળ કરો

Gujarat Rain: હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

ગાંધીનગર : ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Gujarat Rain: હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે 

દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જૂલાઈથી  19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય  આહવા,  ડાંગ,  સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.   અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં  રાજકોટ,  મોરબી અને સુરેન્દ્રનગરમાં  પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 

30 જૂલાઈથી ફરી ભારે વરસાદની આગાહી

મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, સાવલી અને અમદાવાદ સુધી ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દાહોદ,  પાવાગઢ સુધી  ભારે વરસાદની તેમણે આગાહી કરી છે. 30 જૂલાઈથી ફરી ભારે વરસાદની આગાહી છે.  વરસાદી સિસ્ટમ ફરી બંગાળ સાગરમાં આવશે એટલે 30 જૂલાઈથી 5 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થશે. 

સૌરાષ્ટ્રના કેટલા જળાશયો થયા ઓવરફ્લો

રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે  સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે.  રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટVadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદActor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 
Embed widget