Gujarat Rain: અમદાવાદ-સુરત-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, સ્વર્ણિમ સંકુલ-1માં પાણી ભરાયા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરમા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સ્વર્ણિમ સંકુલ-1માં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તે સિવાય ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરમા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સ્વર્ણિમ સંકુલ-1માં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તે સિવાય ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત શહેરના એસ.જી. હાઈવે, ઈસ્કોન ચાર રસ્તા, પ્રહલાદનગર, સેટેલાઈટ, જોધપુર, રામદેવનગર, વેજલપુર સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જુહાપુરા, નારોલ, રામોલ સહિતના પૂર્વ વિસ્તારમાં પણ ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા.
વડોદરામાં પણ લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. શહેરના સયાજીગંજ, ફતેહગંજ, રાવપુરા, અકોટા, અલકાપુરી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અઠવા લાઇન્સ, પીપલોદ, રાંદેર, અડાજણમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આજે ભારેથી મધ્યમ વરસાદ રહેશે. જોકે કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 8 ઓગષ્ટના રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
Gujarat Rain: ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ભરૂચ, તાપી, નર્મદામાં, 5 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, 6 ઓગસ્ટે નવસારી, ડાંગ, વલસાડ, સાત ઓગસ્ટે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 71 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 118 ટકા વરસાદ વરસી ચુક્યો છે.