શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કઈ કઈ જગ્યાએ ખાબક્યો ધોધમાર વરસાદ, જાણો
અમરેલીના ખાંભા અને રાજુલામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા છે. ખાંભાથી ઉના જતો સ્ટેટ હાઈવે 30 મિનિટ સુધી બંધ રહ્યો હતો. સ્ટેટ હાઈવે 30 મિનિટ બંધ રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા.
અમરેલી: અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલીના સરંભડા, તરવડા, બાબાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેરમાં પણ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. સવારથી જ અમરેલી જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજુલા શહેર અને ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે કાતર ગામ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો છે.
અમરેલીના ખાંભા અને રાજુલામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા છે. ખાંભાથી ઉના જતો સ્ટેટ હાઈવે 30 મિનિટ સુધી બંધ રહ્યો હતો. સ્ટેટ હાઈવે 30 મિનિટ બંધ રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા.
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે સાજણવાવની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જીવના જોખમે સ્થાનિક યુવાનો નદીમાં ન્હાતા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. માછીમારોને છ અને સાત સપ્ટેંબરના દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement