Rain Update: નવસારીમાં ફાટ્યું આભ, 2 કલાકમાં નવ ઈંચ ખાબક્યો વરસાદ, શહેરમાં પુરની સ્થિતિ
હવામાન વિભાગની આગાહી દરમિયાન નવસારીમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહી માત્ર 2 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા શહેરમાં પુરની સ્થિતિ સર્જાઇ છે.
નવસારી:હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી દરમિયાન ગત રાતથી વલસાડ,સુરત,નવસારી, વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં અતિ વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યો છે. અહીં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે. આજના દિવસમાં નવસારીમાં સાડા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોરમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે. મૂશળધાર વરસાદથી નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
10થી 12 વાગ્યા સુધીમાં નવસારીમાં નવ ઈંચ વરસાદ પડ્યો છે.
અતિ ભારે વરસાદના કારણે નવસારી શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.નવસારીના આજુબાજુના ગામડાની વાત કરીએ તો અહીં જિલ્લામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
નવસારીથી હાઈ-વે ગ્રીડ પહોંચવાના રસ્તા પર પાણી ભરાયા છે. નવસારીથી ગણદેવી જવાના રસ્તે ભરાયા પાણી ભરાઇ ગયા છે નવસારીના નીચાણવાળા વિસ્તારમાં તો મકાનની અંદર પાણી ઘુસી ગયા છે. અગાઉ ક્યારેય ન ભરાયા હોય તેવા વિસ્તારો પણ જળમગ્ન થઇ ગયા છે. નવસારીથી દાંડી રોડ પર પણ ઢીંચણસમા પાણી ભરાયા છે. ગણદેવીની આસપાસની ચીકુ અને આંબા વાડીઓમાં પાણી ભરાઇ જતાં બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ મૂશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. નવસારીના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તાર જ નહીં, મુખ્ય માર્ગો પર પણ પાણી ભારાયા છે. નવસારીના જૂના થાણા, ગ્રીડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. નવસારીના વિજલપુર, દાંડી રોડ,કુંભારવાડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જળભરાવને કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર કમર સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. રસ્તા પર ખાસ કરેીને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ભારે વરસાદની આગાહી છતાં પણ શૈક્ષણિક સંસ્થામાં રજા જાહેર ન કરાતા સ્કૂલેથી ઘરે જતાં વિદ્યાર્થીઓ પણ રસ્તામાં ફસાયા હતા.
Join Our Official Telegram Channel
https://t.me/abpasmitaofficial