Amreli Rain: અમરેલીના રાજુલામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
![Amreli Rain: અમરેલીના રાજુલામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ Heavy Rain in Rajula Amreli Amreli Rain: અમરેલીના રાજુલામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/6094d5c9536be85adf03beb6ba902aae171957881967878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજુલા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી જ રાજુલામાં ઉકળાટભર્યું વાતાવરણ હતું. સાથે જ કાળા ડિબાંગ વાદળો પણ છવાયા હતા.
એવામાં એકાએક વરસાદ તૂટી પડ્યો અને રાજુલા શહેર જળબંબાકાર થયું હતું. રાજુલા શહેરના મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. રાજુલાની બજારોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજુલા શહેરની સાથે તાલુકાના ડુંગર, માંડલ, છાપરી, દેવકા, કૂંભારિયા, ડુંગરપરડા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્ટમ સક્રિય થઈ છે. કાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
30 જૂનના રોજ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
1 જુલાઇના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
2 જુલાઇના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)