શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો? સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો?
ગુજરાતના 25 જિલ્લાના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાત ઈંચ વરસાદ અંકલેશ્વરમાં ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 29 શહેરમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
ભરૂચ: છેલ્લા 24 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે 28મી તારીખે સવારે 6 વાગ્યે પુર્ણ થતાં ગુજરાતના 25 જિલ્લાના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાત ઈંચ વરસાદ અંકલેશ્વરમાં ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 29 શહેરમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
અંકલેશ્વરમાં સાત ઈંચ, ભરૂચ શહેરમાં 4.5 ઈંચ, સુરતના કામરેજમાં સવા ચાર ઈંચ, સુરતના માંગરોળમાં ચાર ઈંચ, પંચમહાલના જાંબુઘોડામાં ત્રણ ઈંચ, સુરતના પલસાણામાં ત્રણ ઈંચ, ભરૂચના વાલીયામાં અઢી ઈંચ, ગણદેવીમાં અઢી ઈંચ, ક્વાંટમાં અઢી ઈંચ, સુઈગામમાં બે ઈંચ, લખતરમાં બે ઈંચ, નાંદોદમાં દોઢ ઈંચ, હાંસોટ-જંબુસરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
શુક્રવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ અને વાઘોડિયામાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે ડભોઈમાં પણ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામ અને પંચમહાલના જાંબુઘોડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારી શહેરમાં 14 એમએમ વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારે રાજ્યના કુલ 33 શહેરમાં વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion