Rain: ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય થઇ, આજથી આ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એલર્ટ પર મુકાયા
Rain: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, આજથી રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે, અને આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે છે
Rain: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, આજથી રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે, અને આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં વરસાદ પડશે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આજથી રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, જેના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ અને સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની પડવાની આગાહી છે. ખાસ વાત છે કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચનાઓ અપાઇ છે, આ સમયે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.
રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૯.૭૪ સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉતર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ અને કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
અનેક તાલુકાઓમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો
આ ઉપરાંત લીલા, મહુવા, વિજયનગર, સાવરકુંડલા, ગોધરા, પલસાણા તાલુકામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ સિનોર, અમરેલી, ગોંડલ, રાધનપુર, આણંદ, ભિલોડા, તારાપુર, નવસારી, હિમતનગર, વિસાવદર, લખતર, જેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મેઘરજ, મહેસાણા, બેચરાજી, મુન્દ્રા, કરજણ, અમદાવાદ સીટી, ઈડર, જલાલપોર, તળાજા, ખંભાત, સંતરામપુર, લીંબડી, વઢવાણ, ગળતેશ્વર, પેટલાદ અને વસો તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ
આ ઉપરાંત સિદ્ધપુર, ભુજ, ગાંધીધામ, સાવલી, મહેમદાવાદ, સંજેલી, જાફરાબાદ, બાવળા, પ્રાંતિજ, કોડીનાર, વાઘોડિયા, નડીઆદ, ખાનપુર, કેશોદ, ધોળકા, સોજીત્રા, સાણંદ, સંખેડા, ખેરાલુ, સમી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જયારે જુનાગઢ, જુનાગઢ સીટી, બોડેલી, વંથલી, ડેડીયાપાડા, દેસર, ધારી, માંગરોળ, કલ્યાણપુર, બગસરા, માલપુર, વીરપુર, જોટાણા, દેહગામ, સુબીર, લુણાવાડા, ફતેહપુર, ચુડા, ચાણસ્મા, ઝાલોદ, માતર, વિસનગર જેતપુર, અને માંડલ તાલુકા મળી કુલ ૨૧ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.