શોધખોળ કરો
Advertisement
કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં વરસાદ લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
કોરોના વાયરસના કહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તાર સહિત કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે ત્યારે ગુરુવારે આખો દિવસ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જોકે સાંજે અચાનક ઠંડો પવન સૂવાટા મારી રહ્યો હતો. ત્યારે રાત્રે અચાનક જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં તો વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ગુજરાતમાં મહેસાણા, અંબાજી, નડિયાદ અને રાજકોટમાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.
મોડીરાતે અમદાવાદના નારણપુરા, જીવરાજપાર્ક, સેટેલાઈટ, બોપલ, રાણીપ, સરખેજ, શ્યામલ-શિવરંજનીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, ઈસનપુર, નારોલ, જશોદાનગર, ઘોડાસર, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વટવા, રખિયાલ, બાપુનગર, ગોમતીપુરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં થંડર સ્ટ્રોમના કારણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તાર સહિત કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં જ્યાં એક તરફ જનતા 21 દિવસના લોકડાઉનના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને હાડમારીનો સામનો કરી રહી છે ત્યારે કમોસમી વરસાદના પગલે હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement