શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ કયા કયા પડશે ભારે વરસાદ ? જાણો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 95 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.
ગાંધીનગર: રાજ્યમાં વરસાદના વિરામ બાદ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં પણ 3 થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 95 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાઈ ગયા છે.
આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. રાજસ્થાન સરહદ નજીકનાં વિસ્તારો અને સૈારાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion