શોધખોળ કરો

Gujarat Rain Update Live: રાજ્યભરમાં મેઘમહેર યથાવત, આગામી 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

LIVE

Key Events
Gujarat Rain Update Live: રાજ્યભરમાં મેઘમહેર યથાવત, આગામી 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Background

Gujarat Rain Update Live: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે.

સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીનો ભારે આવક થઇ રહી છે. 29 ડેમ હાઈએલર્ટ પર છે. 11 જળાશય એલર્ટ તો 15 ડેમો વોર્નિંગ પર છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 46.30 ટકા પાણીનો જથ્થો છે.ભારે વરસાદની સાથે રાજ્યના જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજ્યના 207 પૈકી 21 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.  સૌરાષ્ટ્રના 15, કચ્છના 5  અને દક્ષિણ ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં  સિઝનનો 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 100 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા, તો ઉત્તર ગુજરાતમાં 37.03 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્ય પાંચ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ.. કચ્છમાં 100 ટકા.. તો જૂનાગઢ જિલ્લામાં 75.28 ટકા, ગીર સોમનાથમાં 58.61 ટકા, નવસારીમાં 36.34 ટકા, તો વલસાડ જિલ્લામાં સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.

કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ ગયો છે. રાપર તાલુકાના રામવાવ, ખેંગારપર સહિત ભચાઉના ભરૂડિયા સહિતના વિસ્તોરમાં વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા, રવાપર વિસ્તારમાં પણ  વરસાદ વરસી રહ્યો છે. અબડાસાના ખીરસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી  વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ અમદાવાદમાં  ડિબાંગ વાદળો છવાયા છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, વેજલપુરમાં સહિતના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ અને મેઘાંડરને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. બગોદરાથી બાવળા વચ્ચે ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી શૂન્ય બરાબર હતી જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

17:02 PM (IST)  •  09 Jul 2023

પાટણ જિલ્લામાં સર્વત્રિક વરસાદ

રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. પાટણ જિલ્લામાં સર્વત્રિક વરસાદ છે. તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ  પડ્યો છે.

17:01 PM (IST)  •  09 Jul 2023

લાઠીદડ ગામે છેલ્લા 2 કલાક થી ધોધમાર વરસાદ

બોટાદના લાઠીદડ ગામે છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. આ પંથકના ચેકડેમો  ઓવરફ્લો થયા છે. તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે.

17:00 PM (IST)  •  09 Jul 2023

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ

જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. બે કલાકમાં 65 મીલીમીટર વરસાદ ખાબક્યો છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મગફળીના પાકમાં નુકસાની થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

12:05 PM (IST)  •  09 Jul 2023

રાજકોટના ધોરાજી-ભાયાવદર વચ્ચે પુલની દિવાલ ધરાશાયી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. નાની વાવડી ગામે પુલની દિવાલ ધરાશાયી થતાં વાહન ચાલકો જીવના જોખમે પુલ  પસાર કરી રહ્યા છે . કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ સમારકામ કરવાની માંગણી ગ્રામજનો કરી રહ્યાં છે.

12:05 PM (IST)  •  09 Jul 2023

ગાંધીનગર શહેર અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દહેગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના રસ્સા પર પાણી ભરાયા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Embed widget