Rain Forecast: આગામી 5 દિવસ દેશના આ રાજયમાં પડશે મૂશળધાર વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે. જાણીએ ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે હવામાન વિભાગે શું આપી ચેતાવણી
Rain Forecast:હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે બુધવારે (10 જુલાઈ, 2024) દિલ્હી, યુપી અને બિહાર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
મંગળવાર (9 જુલાઈ, 2024)ના રોજ દિલ્હીમાં ભારે પવન સાથે અચાનક વરસાદ થયો હતો, જે મંગળવારની સરખામણીમાં બુધવારે (10 જુલાઈ, 2024) ઓછા વરસાદની અપેક્ષા છે, પરંતુ તેની તીવ્રતા બીજા દિવસે વધશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટક ગુજરાતમાં છુટછવાયા વરસાદનું અનુમાન છે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
તેમજ મધ્ય ભારત, બિહાર અને ઉત્તર પ્રદેશના મોટાભાગના સ્થળોએ પણ આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે. આ સિવાય IMD એ પૂર્વોત્તર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી બે દિવસ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે.આ સિવાય ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીઓ તો રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એકાદ-બે દિવસ સુધી વરસાદનો અનુમાન છે.