શોધખોળ કરો

Mahsagar Rain : મહીસાગરના લુણાવાડામાં વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

લુણાવાડા: હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારા બાદ લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. લુણાવાડા શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે.  

મેઈન બજારોમાં ફરી વળ્યા પાણી

ભારે વરસાદને લઈને લુણાવાડા શહેરમાં રસ્તોઓ પર  પાણી ફરી વળ્યા છે. લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક, વરધરી રોડ સહિતના માર્ગો પાણી-પાણી થયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. 

ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ

મહીસાગર જિલ્લામાં બે કલાકની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે. કડાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  લુણાવાડા તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.  સંતરામપુર તાલુકામાં પણ અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની ભારે વરસાદને લઈ આગાહી

હવામાન વિભાગે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કેટલાક જિલ્લાઓમાં  ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ  આપ્યું છે. જેમાં સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક જિલ્લામા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 

રેડ એલર્ટઃ  ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી

ઓરેન્જ એલર્ટઃ  તાપી,  સુરત, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ

યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.

સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget