રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ ?
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદની આગાહી કરાઇ છે. ચોમાસુ સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 જૂને વરસાદની આગાહી કરાઇ છે. ચોમાસુ સુરત અને ગોવા વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકામાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જુન સુધીમાં રાજ્યના 21 જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ વરસવાની શક્યતા. જ્યારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે.
મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. ત્યારે વેસ્ટન એક્સપ્રેસ હાઈવે પર ધીમી ગતિએ વાહનવ્યવહાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 13-14 જૂનના દિવસે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયુ છે તથા સતત વરસતા વરસાદના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14-15 જૂન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને આ સંદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે.
ચોમાસુ આગામી બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જશે. શુક્રવારે ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને બંગાળના વધુ વિસ્તારોમાં પહોંચ્યુ છે. ચોમાસાની ઉત્તરીય સીમા દિવ, સુરત, રાયસેન, દમોહ, ઉમરિયા, પૂરી અને કૃષ્ણાનગર માદલા સુધી પહોંચ્યું છે. 13 જુન સુધી ગુજરાત, મધ્યપ્રદેશના કેટલા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢના બાકીના વિસ્તારો અને સંપૂર્ણ બંગાળ, ઝારખંડ અને બિહાર સુધી ચોમાસુ પહોંચી જશે.