શોધખોળ કરો

Aravalli Rain: અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ, બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા

બપોરના 4 વાગ્યા સુધીમાં ધનસુરામાં  સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.  મોડાસામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.  

અરવલ્લી :  હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.  અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે.  મોડાસા સહિત ધનસુરા, બાયડ, માલપુર, ભીલોડા અને મેઘરજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  બપોરના 4 વાગ્યા સુધીમાં ધનસુરામાં  સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.  મોડાસામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.  મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા. 

Aravalli Rain: અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ, બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા

મૂશળધાર વરસાદને લઈ મોડાસા ચાર રસ્તા હંગામી બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.   મોડાસાના માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.  યાર્ડની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મોડાસાના મેઘરજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  જાણે નદીમાંથી વાહનો પસાર થતાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 

Aravalli Rain: અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ, બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા

મૂશળધાર વરસાદને લઈ મોડાસાની રામ પાર્ક,  બદ્રીનાથ અને કેદારનાથ સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને હાલાકી પડી હતી. ધનસુરા શહેર અને તાલુકાના ગામો પણ  જળબંબાકાર થયા છે.  ધનસુરાના બસ સ્ટેશનમાં પાણી ભરાયા છે.  મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા.   

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 

12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ  પડી શકે છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial 

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget