શોધખોળ કરો

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, નદી-નાળા છલકાયા, ખેતરો બેટમાં  ફેરવાયા

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  ગઈકાલે મોડી રાત્રે અને આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.  24 કલાકમાં પાલનપુર અને લાખણીમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  ગઈકાલે મોડી રાત્રે અને આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.  24 કલાકમાં પાલનપુર અને લાખણીમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. દિયોદરમાં સવા બે ઈંચ,  ડીસામાં દોઢ ઈંચ અને વડગામમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.  ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા.  ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ચિત્રાસણીથી બાલારામ જવાના માર્ગ પર આવેલું ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, નદી-નાળા છલકાયા, ખેતરો બેટમાં  ફેરવાયા

કેડ સમા પાણી ભરાતા એક ટ્રક બંધ પડી ગઈ હતી. કાંકરેજ,ભાભર,સુઈગામ,દાંતીવાડા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ હતી. અમદાવાદ-આબુ હાઈ વે પર  વાહનોની 3થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. પાલનપુરના સુર મંદિર નજીક વરસાદી પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા.  આબુ રોડ પણ જાણે પાણીમાં ડૂબી ગયો હતો. હાઈ વે નદીની જેમ પાણી વહેતું થયું હતું. ગઠામણ પાટીયા પાસે પાણી ભરાતા કલાકો સુધી વાહનચાલકો અટવાયા હતા.  

અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે.

વરસાદ શરૂ થતા અમદાવાદમાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે. અશોકનગર વિકાસગૃહ પાસે પાણી ભરાયા છે. પાલડી સહીતના વિસ્તારમાં પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદથી અમદાવાદના આનંદનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આનંદનગરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. 

અડધા કલાકના વરસાદથી સચિન ટાવર પાસે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રહલાદનગરથી શ્યામલ ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સિંચાઈ વિભાગ દ્રારા વાસણા ડેમના  6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જે બાદ 14 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમા 58 તાલુકામાં વરસાદ

  • 2 કલાકમાં પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • 2 કલાકમાં રાણાવાવમાં બે ઈંચ વરસાદ
  • 2 કલાકમાં ડીસા, બોડેલીમાં 2-2 ઈંચ વરસાદ
  • 2 કલાકમાં ગોંડલ, ગઢડામાં પોણા બે ઈંચ વરસાદ
  • 2 કલાકમાં બરવાળા, બાબરા, બોટાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
  • 2 કલાકમાં પ્રાંતિજ, લોધિકામાં સવા ઈંચ વરસાદ
  • 2 કલાકમાં કોટડાસાંગાણી, ખેરગામમાં એક-એક ઈંચ વરસાદ

રાજ્યમાં મેઘરાજા કરશે તોફાની બેટીંગ

ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરશે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં ઑફ શોર ટ્રફ  સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ રહેશે. 7 થી 9 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસશે. 8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget