(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર, ડીસા, દાંતા, પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ડીસા, દાંતીવાડા, લાખણી, વાવમાં વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ડીસા, દાંતીવાડા, લાખણી, વાવમાં વરસાદ વરસ્યો છે. ડીસામાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાખણી પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે. લાખણી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા યથાવત. ધ્રોબા, ધાણા, જસરા, ગેળા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ધીમીધારે વરસાદની શરૂઆતથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે.
રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં વહેતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. સતત પાણીની આવકના કારણે બનાસ નદી બે કાંઠે વહી રહી છે. દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે ઈકબાલગઢ, અમીરગઢ સહિતના વિસ્તારમાં નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઈકબાલગઢમાં નદી કાંઠે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અધિક માસ હોવાથી મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવાની સાથે નદીમાં શ્નાન કરવા આવતા હોય છે. જેથી લોકોને નદી કાંઠાના વિસ્તારથી દુર રહેવા પોલીસ અને પ્રશાસન અપીલ કરી રહ્યું છે.
આ વર્ષે કેમ સર્જાઈ જળબંબાકારની સ્થિતિ
ગુજરાતમાં આ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ વર્ષનો વરસાદ કંઈક અલગ છે. માત્ર થોડા કલાકોમાં જ 10થી 15 ઈંચ સુધી વરસાદ ખાબકે છે. પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આ વર્ષ અરબી સમુદ્રમાં બીપરજોય સાયક્લોન પસાર થયું ત્યારબાદ કોઈ મોટી સિસ્ટમ નથી બની,જેટલા પણ વરસાદ રાજ્યમાં જોવા મળ્યા તે બંગાળની ખાડી માંથી આવ્યા છે ત્યા લો પ્રેસર ઉદભવી ગુજરાત પરથી પસાર થયા છે. કલાઈમેન્ટ ચેંજના કારણે તમામ પ્રેશરો ગુજરાત પરથી પસાર થયા. કલાઈમેન્ટ ચેંજના કારણે ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે.
આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમ સીધી ગુજરાત પર આવતા આ સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં જળવાયું પરિવર્તન થયું. અરબી સમુદ્રમાં 40 વર્ષની અંદર 0.40થી 0.71 ડિગ્રી સુધી તાપમાન ઉંચુ આવ્યું છે. આ વર્ષે કલાઈમેન્ટ ચેંજના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial