શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગરના  શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ,  વરલ ગામની નદી બે કાંઠે

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે.  શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  શિહોરના વરલ, રામગઢ, થોરાળીમાં વરસાદ વરસ્યો છે.

ભાવનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે.  શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  શિહોરના વરલ, રામગઢ, થોરાળીમાં વરસાદ વરસ્યો છે.  શિહોરના થાળા, બેકડી, સરકડીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધોધમાર વરસાદથી વરલ ગામની નદી બે કાંઠે થઈ છે. 

Bhavnagar Rain: ભાવનગરના  શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ,  વરલ ગામની નદી બે કાંઠે

ભાવનગર શહેર  અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે.  ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા અને વરલ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે.  શિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો  છે.  

વરલ,રામગઢ ,થોરાળી, થાળા, બેકડી, સરકડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધોધમાર વરસાદ વરસતા વરલ ગામની નદી બે કાંઠે વહી રહી છે.  ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ છે.

Bhavnagar Rain: ભાવનગરના  શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ,  વરલ ગામની નદી બે કાંઠે

બોટાદ જિલ્લામાં વરસાદ

બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  બોટાદના પાળીયાદ રોડ, ટાવર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  ગઢડા રોડ, હવેલીચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે.  નભોઈ, પીપરીયા, અંકેવાળીયા, રોજીદ, રામપરા ગામમાં વરસાદ વરસ્યો છે.  

અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, ગુજરાતમાં અહીં થશે જળપ્રલય

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે બીજું શું કહ્યું

અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget