શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા
છોટાઉદેપુર જિલ્લામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલોલમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગલાબપુરા અને વાંકડિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યાં હતા.
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ધમાકેદાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલોલમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગલાબપુરા અને વાંકડિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યાં હતા. વડોદરામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.
મંગળવાર સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વડોદરામાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આણંદમાં 12 કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદ અને વસોમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. માણસામાં 2, ગાંધીનગરમાં 1.5 અને દહેગામમાં 1.2 ઈંચ વરસાદ પડ્યો હતો. કડાણા ડેમમાંથી 2.56 લાખ ક્યુસેક પાણી છોડાતાં આણંદ જિલ્લાનાં 30 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના મહુવામાં એક સાથે 3 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગર સીટીમાં અડધો ઈંચ અને ઘોઘામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડામાં 2 ઈંચ, કેશોદ અને સુત્રાપાડામાં એક ઈંચ અને ઉનામાં દોઢ ઈંચ પાણી વરસી જતાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કડી પંથકમાં 7 કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મહેસાણા અને વિજાપુરમાં દોઢ ઇંચ સુધી તેમજ ઊંઝા, સતલાસણા, જોટાણા, અમીરગઢ, પ્રાંતિજ, વિજયનગર, માલપુર અને મેઘરજ પંથકમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, પાટણ જિલ્લામાં માત્ર શંખેશ્વર પંથકમાં માત્ર 2 મીમી સાથે ઝરમરીયો વરસાદ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement