શોધખોળ કરો

Vadodra Rain: વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ડભોઈ પંથકમાં મન મૂકી વરસી રહ્યા છે.  ચનવાડા, સીતપુર,વડજ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

વડોદરા: વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે.   ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, શિનોર રોડ, ઝારોલા વગા, ટાવર બજાર સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  ડભોઈ પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ડભોઈ પંથકમાં મન મૂકી વરસી રહ્યા છે.  ચનવાડા, સીતપુર,વડજ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  મુખ્ય માર્ગો પર વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  ખેડૂતોના પાકને જીવનદાન મળે તે રીતે વરસાદી માહોલ જામ્યો છે. 

Vadodra Rain: વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે.  રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, અકોટા, અલકાપુરી, છાણી, સમા, આજવા રોડ, વાઘોડિયા રોડ પર વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો છે. 

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  17થી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. છોટા ઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કાલે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. 

સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ભારે વરસાદની આગાહીને પગલે 16થી 18 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

ડાંગ જિલ્લામાં  વરસાદી માહોલ જામ્યો છે.  જિલ્લામાં સાપુતારા અને વઘઇમાં વરસાદ વરસ્યો છે.  ગત અઠવાડિયામા સારા વરસાદ બાદ ફરી વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે.  ખેતીવાડી કરતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  સહલાણીઓ માટે પણ વરસાદ આનંદ લઈને આવ્યો છે.  ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સેહલાણીઓ માટે સ્વર્ગ સમાન બન્યું છે. 

નર્મદા જિલ્લામાં વરસ્યો વરસાદ

ર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.  વરસાદ પડતા ખેડૂતોને મોટી રાહત થઈ છે.  કેવડિયા ,ગરુડેશ્વર વિસ્તારમાં ભારે વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. સપ્ટેમ્બર સુધી  વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો.  નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોને ઘણી રાહત મળી છે.  જમીનમાં પાણી ઉતરતા જળ સ્તર પણ વધશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળીRajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશોSurat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Embed widget