શોધખોળ કરો
Advertisement
ખાંભામાં આભ ફાટ્યું, નિંગાળા ગામમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ, જાણો ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો?
નર્મદા ડેમ પરની આવક સતત વધતા ઈનફ્લોને કંટ્રોલ કરવા ડેમમાંથી પણ પાણી છોડવાનું વધારાઇ રહ્યુ છે. મંગળવારે સાંજ સુધી 8 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડતા ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના પોણી બસો ગામોને એલર્ટ કરવામાં આવ્યા
મંગળવારે સવારે અને બપોરે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો જોકે વરસાદ પહેલા આખા અમદાવાદમાં અંધારપટ છવાઈ ગયો હતો. સવારથી બપોર સુધીમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં ‘ભાદરવો અનરાધાર’ વરસતાં હવે અતિવૃષ્ટિની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મંગળવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી.
વડોદરામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરતમાં રાત્રિ દરમિયાન બે અને દિવસે સવા ઈંચ સાથે સવા ત્રણ ઈંચ જ્યારે વલસાડમાં 3, બારડોલીમાં 6, માંડવીમાં 5, ધરમપુર-આહવા, વઘઈ, ખેરગામ અને સોનગઢમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી કીમ-માંડવી સ્ટેટ હાઈ-વે પર પાણી ફરી વળતાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. નર્મદા અને કરજણ ડેમમાંથી પાણી છોડાતાં અને વરસાદના પગલે નર્મદા નદીની સપાટીને પગલે અંકલેશ્વર-હાંસોટમાં કાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ અપાયું છે. દેડિયાપાડા-સાગબારામાં છ-છ ઈંચ, જાંબુઘોડા-શિનોર-ડભોઈ પંથકમાં પાંચ ઈંચ, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગાંધીનગર જિલ્લામાં શ્રીકાર ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ખાંભાના નિંગાળા ગામમાં 2 કલાકમાં મુશળધાર 7 ઈંચ વરસાદ જ્યારે ગીરગઢડાના ધોકડવામાં તોફાની 7 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે જૂનાગઢમાં એક કલાકમાં 4 ઈંચ, સૂત્રાપાડમાં 4 અને વિસાવદરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગિરનાર ઉપર 5 ઈંચ અને લાઠી તાલુકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં સાબરકાંઠામાં 3 ઈંચ, અરવલ્લીમાં 3 ઈંચ, ગાંધીનગરમાં 4 ઈંચ, મહેસાણામાં બે ઈંચ, બનાસકાંઠામાં બે ઈંચ અને પાટણમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
નર્મદા ડેમ પરની આવક સતત વધતા ઈનફ્લોને કંટ્રોલ કરવા ડેમમાંથી પણ પાણી છોડવાનું વધારાઇ રહ્યુ છે. મંગળવારે સાંજ સુધી 8 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડતા ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના પોણી બસો ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના ઉપરવાસ ભારે વરસાદ પડતા ડેમ પર 6 લાખ 67 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement