શોધખોળ કરો

ગુજરાતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, જાણો ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે.

અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાળ ઠવી વિરડી અને વંડા માં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ઉપરવાસના ગામડાઓમા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર  આવ્યું છે.  શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પુર હોય ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. 

ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં  પલટો આવ્યો હતો.  ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  ઢસા, ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને બફારાથી   રાહત મળી છે.

ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજૂ વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. જો કે હજુ પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી  આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફુકાઈ રહ્યા છે.

અમરેલી જિલ્લામાં આજે જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા, દામનગર અને લાઠી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ત્રણેય તાલુકામાં લગભગ છેલ્લા બે કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે.  ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. 

સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો.  ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી.  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત મેકડા, ધોબા, પીપરડી નાળ સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે.  આ તરફ લાઠી અને દામનગર તાલુકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.  લાઠી ઉપરાંત આસપાસના હરસુરપુર, દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા, ભગરાડ તો દામનગર તથા આસપાસના પાડરશીગા અને નાના કણકોટમાં વરસાદ વરસ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશોRajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવાSurat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાંGujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
New Car Policy: હવે કાર ખરીદવા માટે જરુરી બન્યો નવો નિયમ, જો આ વસ્તુ નહીં હોય તો પૈસા હોવા છતા નહીં મળે ગાડી
New Car Policy: હવે કાર ખરીદવા માટે જરુરી બન્યો નવો નિયમ, જો આ વસ્તુ નહીં હોય તો પૈસા હોવા છતા નહીં મળે ગાડી
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
Embed widget