શોધખોળ કરો

Mehsana Rain: મહેસાણા જિલ્લામાં વરસાદની તોફાની બેટીંગ, વિજાપુર, ખેરાલુ, વિસનગર જળબંબાકાર

મહેસાણા જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસ્યો છે.  સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં વીસનગર,  વિજાપુર અને ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.

મહેસાણા: મહેસાણા જિલ્લામાં આજે મુશળધાર વરસાદ વરસ્યો છે.  સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં વીસનગર,  વિજાપુર અને ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ઊંઝામાં સવા બે ઈંચ,  વડનગરમાં બે ઈંચ અને સતલાસણમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. વિસનગર APMCમાં  મૂશળધાર વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા હતા. માર્કેટયાર્ડની બહાર આવેલા મુખ્ય રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. મુખ્ય રસ્તા ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  

Mehsana Rain: મહેસાણા જિલ્લામાં વરસાદની તોફાની બેટીંગ, વિજાપુર, ખેરાલુ, વિસનગર જળબંબાકાર

વિસનગરનો કાંસા રોડ પણ જળમગ્ન થઈ ગયો છે. અહીં વરસાદી પાણીની સાથે ગટરના પાણી ફરી વળ્યા હતા.  વિસનગર-ઊંઝા હાઈ વે પર તો એકથી બે ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે.  વરસાદને લઈને ઊંઝાનો રેલવે અંડરપાસ બંધ થયો છે. અંડરપાસમાં અંદાજે 30 ફૂટ સુધી પાણી ભરાતા, અંડરપાસનો રસ્તો દેખાવવાનો બંધ થઈ ગયો હતો.  આસપાસના વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે.  બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. 

Mehsana Rain: મહેસાણા જિલ્લામાં વરસાદની તોફાની બેટીંગ, વિજાપુર, ખેરાલુ, વિસનગર જળબંબાકાર

બેચરાજીનો રેલવે અંડરપાસ પણ જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેમ બેચરાજી-હારીજ હાઈ વે પરના અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે બંધ કરાયો છે. ઊંઝા APMC નજીકનો વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો હતો. કન્યા છાત્રાલય, રેલવે વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેરાલુના માર્ગો પર નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. 

વિજાપુરથી ગાંધીનગર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.  વિજાપુરથી હિરપુરા ગામનો રસ્તો પણ બંધ કરાયો હતો.  કેડસમા પાણી ભરાતા, વાહનચાલકો અટવાયા હતા.  મૂશળધાર વરસાદને લઈ મહેસાણા જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે. ખેડૂતોના મતે આટલો વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતનો પાક બળી જવાની ભીતિ છે. 

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 

12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ  પડી શકે છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget