શોધખોળ કરો

Panchmahal Rain: પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ, ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

પંચમહાલમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે.  જાંબુઘોડામાં મેઘ મહેર થઇ છે. ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  સારા વરસાદથી સુખી નદીમાં પાણીની આવકથી નદી બે કાંઠે થઈ છે.

પંચમહાલ: પંચમહાલમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે.  જાંબુઘોડામાં મેઘ મહેર થઇ છે. ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  સારા વરસાદથી સુખી નદીમાં પાણીની આવકથી નદી બે કાંઠે થઈ છે. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે.  

Panchmahal Rain: પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ, ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો

દાહોદમાં પવનના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. ઝાલોદ, લીમખેડા,ગરબાડા, ધાનપુર, સંજેલી, દેવઢબારિયા,  સિંગવડમાં  વરસાદ  નોંધાયો છે.  ભારે વરસાદના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.  

છોટાઉદેપુરમાં જામ્યો વરસાદી માહોલ

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેતપુરપાવી, બોડેલી, કવાંટમાં ધોધમાર વરસાદ  વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર થઈ છે. 

છોટા ઉદેપુર જિલ્લામાં  સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  બોડેલી-ડભોઈ હાઈવે પરના પાણી ખેતરોમાં ભરાયા હતા.  પાટણા, સાલપુરા, કડીલા પાસે કોતરોના પાણી ખેતરોમાં ભરાયા છે.  કેળના ઊભા પાક સહિત નવા વાવેતરને નુકસાનની ભીતિ છે. 

મેઘરાજાની મહેરબાનીથી છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં નદી -નાળાઓ છલકાયા છે. નિચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.   

ગુજરાતમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમા ફરી એક વખત વરસાદની માહોલ જામ્યો છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થઈ છે.  રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે . ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  સૌરાષ્ટ્ર અને કચ્છમાં  ભારે વરસાદ વરસશે.  પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સુચના છે.  અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજથી રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર- ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19, 20 અને 21 તારીખે ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં 19-20 ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget