શોધખોળ કરો
Advertisement
ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે.
ડાંગ: સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. આગામી બે દિવસ ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ડાંગના સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયાની હવામાન વિભાગે જાહેરાત કરી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 અને 18 જૂનના રોજ જૂનાગઢ, અમરેલી, ગીરસોનાથ , ભાવનગર , ભરુચ, સુરત , નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ઉપરવાસમાં પડેલા વરસાદથી પૂર્ણાં અને ખાપરી નદીમાં નવા નીર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીની લહેર છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે.
હાલ ઉત્તર ડાંગના ઉત્તર વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહ થી રાબેતા સમયે સતત વરસાદને પગલે પૂર્ણાં નદીના પટમાં વરસાદી નીર આવતા ખેડૂતો સહિત પ્રવાસીઓમાં ખુશીની લાગણી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement