શોધખોળ કરો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટ્યું? ઉમરગામ 10 ઈંચ તો ભાણવડમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. મંગળવારે વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. મંગળવારે વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં બે કલાકમાં 7 ઈંચ અને દિવસ દરમિયાન 10 ઈંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ 2 કલાકમાં 5.24 ઈંચ જ્યારે દિવસ દરમિયાન 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઠેરે-ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આશરે 1થી 10 ઈંચ વરસાદ પડ્યો હતો. ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળમાં 6 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. વેરાવળ તાલુકાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ભાલકા નદીમાં પૂર આવતા પૂરના પાણી સોસાયટી અને લોકોના મકાનોમાં ઘૂસી ગયા હતાં. વરસાદને પગલે વેરાવળ શહેરના જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. કોડીનારમાં પણ 12 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૂત્રાપાડામાં સોમવારે રાત્રે બે વાગ્યા સુધી અને મંગળારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 10 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોના પાકને પણ જીવનદાન મળ્યું હતું. જૂનાગઢના માંગરોળમાં પણ બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે માંગરોળથી લંબોરા, વિરપુર, ચોટલીવીડી, શેખપુર, સકરાણા, જૂથળ સહિતના ગામોને જોડતા માર્ગો પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો. અમરેલી જિલ્લામાં સૌથી વધુ બગસરા અને ખાંભા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં 4 ઈંચ, અમરેલી અને રાજુલા તાલુકામાં 3 ઈંચ, બાબરા તાલુકામાં 2 ઈંચ, લાઠી તાલુકામાં દોઢ ઈંચ અને લીલીયા તાલુકામાં અડધો ઈંચ પડ્યો હતો. વેરાવળમાં 6, સુત્રાપાડામાં 4, કોડીનાર 1.4 જ્યારે તાલાલામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં હળવાથી લઈને ભારે ઝાપટા જોવા મળ્યાં હતાં. પરંતુ મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા ઉપલેટામા 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે કોટડાસાંગાણી તાલુકામા 1થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજી પાસે ઝાંઝમેરમાં આભ ફાટ્યું હોય તેમ 6 ઈંચ વરસાદ ખાબકતાં ઉતાવળી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં માંગરોળમા 6 ઈંચ સાથે નોળી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. માંગરોળમાં માત્ર બે કલાકમા 5 ઈંચ વરસાદથી કામનાથ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. માણાવદર, માળિયા, વિસાવદરમાં બે અને ભેસાણમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં લાઠીના મતિરાળામાં દોઢ જ કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 1થી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. તળાજામાં આજે દોઢ ઈંચ જ્યારે મહુવા શહેર સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવાના આજુબાજુના પંથકમા પણ આજે જોરદાર મેઘમહેર થઈ હતી. સારા વરસાદથી ખેડૂતોમાં લહેરાતી મૌલાત ને ફયદો થઈ રહ્યાનો આનંદ હતો. બીજી તરફ બફરામાંથી રાહત મળી હતી. તળાજા પંથકમાં દરિયાઈ વિસ્તાર પીથલપુર, ઝાંઝમેર, મેથળા ગામડાઓ સિવાય આજ સુધી સિઝનનો અનરાધાર બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. ગીર વિસ્તારમાં તેમજ પ્રાચી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રીથી જ મેઘરાજાની તોફની બેટિંગની શરૂઆત થતાં મંગળવાર બપોર સુધીમાં પ્રાચી ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગીર વિસ્તારમાં અને ઉપરવાસમાં સારા વરસાદથી પ્રાચીથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જેથી સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મહારાજનું મંદિર 7 ફૂટ જેટલું પાણીમાં ગરક થયું હતું.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget