શોધખોળ કરો

Valsad Rain: વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો થયા જળમગ્ન

વલસાડ જિલ્લામાં  ભારે વરસાદ વરસ્યો છે.  કપરાડામાં સાડા સાત ઈંચ વરસાદ  ખાબક્યો છે.  જ્યારે ઉમરગામમાં છ ઈંચ અને વલસાડ શહેર અને વાપીમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

વલસાડ: વલસાડ જિલ્લામાં  ભારે વરસાદ વરસ્યો છે.  કપરાડામાં સાડા સાત ઈંચ વરસાદ  ખાબક્યો છે.  જ્યારે ઉમરગામમાં છ ઈંચ અને વલસાડ શહેર અને વાપીમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે.  અવિરત વરસાદના કારણે વલસાડની મોટા ભાગની નદીમાં પૂર આવ્યું છે.  ઔરંગા નદીના પાણી કાશ્મીરા નગર, બંદર રોડ..હનુમાન ભાગડા સહિતના વિસ્તારમાં પ્રવેશતા વહેલી સવારે પ્રશાસનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. 

કપરાડામાં નદીના પાણીએ તારાજી સર્જી છે.  પાણીના પ્રવાહમાં કોઝવે તૂટી ગયો હતો.  અનેક સ્થળોએ રસ્તાનું ધોવાણ થયું છે જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા. કપરાડાના વરવટ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો હતો.  

Valsad Rain: વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો થયા જળમગ્ન

કાચા મકાનો અને વૃક્ષોને નુકસાન

સેલવાસનો ખાનવેલ વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો.  ગઈકાલે મોડી રાત્રે અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કાચા મકાનો અને વૃક્ષોને પણ નુકસાન થયું હતું.  સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતી દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.  મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે.  ઉપરવાસમાં વરસાદના કારણે વલસાડ જિલ્લામાં પસાર થતી દમણ ગંગા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે.  

સેલવાસનો રિવરફ્રન્ટ લોકો માટે બંધ કરવામાં આવ્યો

ગઈકાલે રાત્રે મધુબન ડેમમાંથી એક લાખ 90 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.  જેના કારણે દમણ ગંગા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી.  સેલવાસનો રિવરફ્રન્ટ લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો.  રિવરફ્રન્ટના માર્ગો પર નદીના પાણી ફરી વળ્યા હતા.  પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર,  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે.  24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.  આજે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
Embed widget