શોધખોળ કરો

junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢ:  જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોણીયા ગામને સડક સાથે જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મોણીયા ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળતા બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. મોણીયા ગામના ખેડૂતોએ તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી હતી.  તેમણે જણાવ્યું કે સરકાર સત્વરે સર્વે કરાવી ખેડૂતોને સહાય જાહેર કરે.

junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા

જૂનાગઢ શહેરમાંથી પસાર થતી સોનરખ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ગિરનાર પર્વત પરના વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે.  સોનરખ નદી બે કાંઠે થતા અનેક ગામડાઓ એલર્ટ પર છે.  ઉપરવાસમાં સારા વરસાદના કારણે આઠ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ જિલ્લાના 41 ગામ એલર્ટ પર છે. 

જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી ભેસાણમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.  નદી-નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે. 

junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા

જૂનાગઢના માળીયા હાટીનામાં આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે.  નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વડાળા, માળીયાહાટીના, જાનડી, ઘુમલી, આંબેચા અને નાની ધણેજ સહિતના ગામોને એલર્ટ કરાયા છે.  

રાજયમાં ભારે વરસાદ બન્યો આફતરૂપ, કુલ આ 218 રસ્તા કરાયા બંધ

રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે  ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી  બે કાંઠે વહેતી થઇ છે.  ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા  છે.  સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે.  વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા  ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત માટે વરસાદી આફત તૂટી પડ્યો છે, સાંબેલાધાર વરસાદ વરસતા કેટલીય જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ ઠેર ઠેર પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વરસાદથી 72 જેટલા રસ્તાંઓને બંધ કરી દેવાયા છે અને તેના બદલે લોકોને વૈકલ્પિક રસ્તાંઓ પર જવાની ફરજ પાડવામાં આવી રહી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget