શોધખોળ કરો

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ 2 ઈંચ સુધી વરસાદ ખાબક્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા

અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિની મજા બગડે તેવી શક્યતા છે.

અમરેલી: રવિવારે અમરેલી જિલ્લામાં બપોર બાદ અચાનક મેઘરાજા મનમૂકીને બેટિંગ કરી હતી. જેમાં કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. કુંકાવાવમાં મેઈન બજાર, બસ સ્ટેન્ડ આસાપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિની મજા બગડે તેવી શક્યતા છે. જ્યારે આજે પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. બપોરે બાદ ખાબકેલા વરસાદને પગલે અમરેલી શહેર, સાવરકુંડલા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ચરખડીયાની નદી બે કાંઠે જોવા મળી હતી. ખેડૂતો વરસાદને ખમૈયા કરવા પોકાર કરી રહ્યા છે. રવિવારે સાંજે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં માત્ર બે જ કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ભરૂચ અને અંકલેશ્વરના ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં આયોજકોને ગરબા રદ કરવાની ફરજ પડી હતી. ભાવનગર જિલ્લામાં પાલિતાણામાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વાળુકડ(જીજી)માં અડધો ઈંચ તેમજ સિહોરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. ગોંડલ અને જસદણમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. વડગામ તાલુકાના જલોતરા પંથકમાં શનિવારે રાત્રે એકાએક ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડુતોના પપૈયાની ઉભી વાડી જમીનદોસ્ત થઇ ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી

Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી

કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ

Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Embed widget