શોધખોળ કરો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારોમાં થઈ શકે છે ધોધમાર વરસાદની એન્ટ્રી? જાણો વિગત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વાપીમાં 10 ઈંચ વરસાદ, કપરાડામાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, પારડીમાં 6 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પોતાના તાજેતરના બુલેટિનના દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવાનું અનુમાન છે.
વધુ વાંચો





















