શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ધોધમાર વરસાદ તુટી પડશે? કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી?
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 5, 6 અને 7 તારીખે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 5, 6 અને 7 તારીખે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલ અલગ-અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના પગલે સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. આજે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, આવતીકાલે સૌરાષ્ટ્રમાં, 7 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી છે.
રાજ્યમાં 5થી 7 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના પગલે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 5 તારીખે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્રણ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં 3 દિવસ છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્રમાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 3 દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
5 ઓગસ્ટે ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ, નર્મદા, ભરૃચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.
6 ઓગસ્ટે નવસારી, વલસાડ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદની આગાહી છે.
7 ઓગસ્ટે કચ્છ, સુરત, ભરૂચ, નવસારી, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, વડોદરા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion