શોધખોળ કરો
ગુજરાતના કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કમોસી વરસાદની આગાહી કરી છે. જે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળશે.

સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીનો પારો પણ ઉંચકાયો છે જોકે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો રહેશે. ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કમોસી વરસાદની આગાહી કરી છે. જે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજૂં ફરી વળ્યું છે.
વધુ વાંચો





















