શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હજુ કેટલા દિવસ ભારે વરસાદની આગાહી? કઈ જગ્યાએ ધોધમાર વરસાદ તુટી પડશે?
રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે..
આજે સાબરકાંઠા, અરવલ્લી પાટણ, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેંદ્રનગર, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.
ભારે વરસાદની આગાહીના પગલે તમામ વિભાગોને અલર્ટ રહેવા અને આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનરે તાકીદ કરી છે. રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની વેબિનાર બેઠક મળી હતી જેમાં 18થી 22 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.
આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.
ગુજરાત પર સતત મેઘરાજાની મહેર વરસી રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી સીઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કયા ઝોનમાં કેટલો વરસાદ વરસ્યો તેની પર એક નજર કરીએ. કચ્છમાં સૌથી વધુ 142.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 115.38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો દક્ષિણ ઝોનમાં 74.66 ટકા અને મધ્ય ગુજરાતમાં 64.79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે સૌથી ઓછો ઉત્તર ઝોનમાં 60.88 ટકા વરસાદ વરસ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion