શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ચાર દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો વિગતે
રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમા આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 અને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. આ કારણે 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
જામનગરના જામજોધપુર પંથકમાં છ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. આઝાદ ચોક, રામવાડી ચોક, લીમડા લાઈન, તિરુપતિ સોસાયટી, મીની બસ સ્ટેન્ડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. કુંકાવાવ શહેર તેમજ આસાપાસના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. નાજાપર,અમરાપુર,નાની કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion