શોધખોળ કરો

વરસાદનાં કારણે 2 સ્ટેટ હાઈવે સહિત 103 રસ્તાઓ બંધ, ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

ગુજરાતમાં આગામી  પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. 27 અને28 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

ગાંધીનગર:  ગુજરાતમાં આગામી  પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. 27 અને28 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, ડાંગ તાપી  અને સુરતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ છે. વરસાદના કારણે રાજ્યમાં 2 સ્ટેટ હાઈવે સહિત 103 રસ્તાઓ બંધ થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા  વરસાદ  નોંધાયો.  જ્યારે કચ્છમાં 77 ટકા,  દક્ષિણ ગુજરાતમાં 78 ટકા અને મધ્ય ગુજરાતમાં 72 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 63 ટકા વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.  

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો છે. શહેરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Embed widget