આજે પાટણ-બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પણ થશે મેઘમહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયાથી લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયાથી લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છુટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટા છવાયાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ ગુજરાત રીજીયનમાં છુટા છવાયાથી લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
બે વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે
સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા માટે કારણભૂત બની છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.
રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?
પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે. કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
ગુજરાતમાં સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી