શોધખોળ કરો

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં આપ્યું એલર્ટ

હવામાન વિભાગની આગામી 3 દિવસને વરસાદની આગાહી છે.  આગામી 3 દિવસ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત,  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.  

અમદાવાદ:  હવામાન વિભાગની આગામી 3 દિવસને વરસાદની આગાહી છે.  આગામી 3 દિવસ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત,  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.   આવતીકાલે સવારે 8 વાગ્યા સુધીમાં વલસાડ, રાજકોટ, જૂનાગઢ અને દમણમાં રેડ એલર્ટ, જ્યારે આણંદ, જામનગર,  ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા,  નવસારી, તાપી અને ડાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં 30 સપ્ટેમ્બરના રોજ   ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદ પડાવની આગાહી હોવાથી હવામાન વિભાગે  29 અને 30 સપ્ટેમ્બરના રોજ  એલર્ટ જાહેર કર્યું છે.    વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ અને જૂનાગઢમાં લોકોને તકેદારી રાખવા સૂચના આપી છે. 

સોમવારે આંધ્ર પ્રદેશમાં ચક્રવાત ગુલાબને કારણે ભારે વરસાદ ખાબક્યો હતો અને કૃષ્ણા અને શ્રીકાકુલમ જિલ્લામાં અનેક ઠેકાણે પાણી ભરાતા સામાન્ય જનજીવન ઠપ પણ થયું હતું. હૈદરાબાદના ઘણા વિસ્તારમાં પણ શનિવારે રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાહત-બચાવ અંગે આગોતરા પગલા ભરવા તમામ જીલ્લા કલેકટરને સુચના અપાઈ છે. આવતીકાલથી 30 સપ્ટેબર સુધી હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યતા હોય ત્યાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવા સુચના અપાઈ છે. તો નાગરીકોનું સ્થળાંતર કરાય તેમનું માહિતી પત્રક મોકલવા પણ સુચના અપાઈ છે.

જિલ્લાના અને તાલુકાના વર્ગ-2ના અધિકારીની રાઉન્ડ ધ ક્લોક નિમણુક કરવા આદેશ કરાયો છે. તો નદી, નાળા, તળાવમાં નાગરીકોને ન્હાવા ન જવા તકેદારી રખાવવા પણ અપીલ કરાઈ છે. સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ ડિપ્લોય કરવામાં આવે તેના લોકેશન નક્કી કરવા પણ સૂચના અપાઈ છે. ભારે વરસાદના કારણે કોઈ ઘટના ઘટે તો તુરંત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર જાણ કરવાની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો
Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Embed widget