હાઈકોર્ટનો રૂપાણી સરકારને સવાલઃ ડોક્ટર એક રેમડેસિવિર ઈંજેક્શન રાખે તો ‘પાસા’ ને રાજકીય પક્ષ 5000 ઈંજેક્શન લે એ સદભાવના ?
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, સમાનતાના કાયદાથી જોવામાં આવે તો રાજકીય પક્ષ કે જેણે ધર્માદાના સારાં આશયથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા તેનું શું?
અમદાવાદઃ વડોદરાના ડોક્ટરે સામે કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈંજેક્શન રાખવાના કેસમાં પોતાની સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટી) હેઠળ કાર્યવાહી કરવાની આશંકા વ્યક્ત કરતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે.
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ગુજરાત સરકારને વેધક સવાલ કર્યો હતો કે, હવે સરકાર એક-બે ઇન્જેક્શનની લેવડદેવડના કેસમાં પણ પાસા લગાવશે ? જસ્ટિસ ઉપાધ્યાયે સવાલ કર્યો કે, ડોક્ટર એક-બે ઈંજેક્શન લાગે તો તેની સામે પાસા લગાવાય જ્યારે રાજકીય પક્ષ 5000 પાંચ હજાર ઈંજેક્શન રાખે તો એ સદભાવના કહેવાય એ કેવું ? આ રીતે રાજકીય પક્ષ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની વહેંચણી કાયદેસર ગણાય?
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, સમાનતાના કાયદાથી જોવામાં આવે તો રાજકીય પક્ષ કે જેણે ધર્માદાના સારાં આશયથી પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા તેનું શું? કોરોનાના કારણે લોકો પહેલેથી બહુ ડરેલા છે, તેથી લોકોને ડરાવવાનું અને અરાજકતા ફેલાવવાનું બંધ કરો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કોરોનાની બીજી લહેર વખતે પાંચ હજાર રેમડેસિવિર ઈંજેક્શ વહેંચ્યાં તેના સંદર્ભમાં આ ટીપ્પણી કરી હતી. જસ્ટિ સ ઉપાધ્યાચે કહ્યું કે, સરકાર આમ કાર્યવાહી કરી અરાજકતા ફેલાવવાનું બંધ કરે. કોર્ટે હાલ અરજદાર ડોક્ટરની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે.
આજની સુનાવણીમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રાજ્ય સરકારનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, હજુ ગયા અઠવાડિયે જ આવો કે સ આવ્યો હતો અને આ બીજો કેસ છે. શું સરકાર આ રીતે બધા પર પાસા લગાવવાનું આયોજન કરી રહી છે? સરકાર આવા કેસમાં પાસા લગાવવાનું આયોજન કરી રહી હોય અને કોઇ કિસ્સાઓમાં પાસાની કાર્યવાહી કરી દીધી હોય તો તે મુદ્દે કોર્ટ સમક્ષ આવતી સુનાવણીમાં સ્પષ્ટતા રજૂ કરવામાં આવે એવો આદેશ પણ આપ્યો છે.
આ ઉપરાંત હાઈકોર્ટે ટકોર કરી હતી કે, કોરોનાના કારણે તે સમયે સૌ ભય હેઠળ જીવી રહ્યા હતા.આવી પરિસ્થિતિમાં કોઇએ જીવ બચાવવા રેમડેસિવિરની વ્યવસ્થા કરી હોય તો તે બધા પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)