શોધખોળ કરો

Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત

Sabarkantha News: અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ત્રણના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાબરકાંઠામાં ગાંભોઈ-રણાસણ હાઈવે પર ત્રણ મહિલાના મોત.
  • કાર-રિક્ષા અથડામણ રિક્ષાના અચાનક ટર્ન લેવાથી સર્જાઈ.
  • તાપીના વ્યારા પરિવારના ચાર સભ્યો મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા.
  • અમલનેર નજીક ટ્રિપલ અકસ્માતમાં કુલ પાંચના કરુણ મોત.

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ મહિલાના કરૂણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ત્રણના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. ગાંભોઈ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ નજીક એક રિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી હતી. દરમિયાન રિક્ષા ચાલકે અચાનક ટર્ન લેવાનો પ્રયાસ કરતા પાછળથી આવી રહેલી કાર સાથે જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી ત્રણ મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કાર ચાલક સહિત બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં રિક્ષા દ્વારા અચાનક ટર્ન લેવામાં આવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સમગ્ર ઘટનાની ચોક્કસ હકીકત જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તાપીના વ્યારાના પરિવારને મહારાષ્ટ્રમાં નડ્યો અકસ્માત

તાપીના વ્યારા શહેરના એક પરિવારને મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે. વ્યારાના મહાજન પરિવારના ચાર સભ્યોના આ દુર્ઘટનામાં કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ પરિવાર મહારાષ્ટ્રમાં એક સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે અમલનેર નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનિતા મહાજન, નિર્મલા મહાજન, નંદલાલ મહાજન અને સુરેશ મહાજનના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કુલ પાંચ લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહાજન પરિવાર અને વ્યારા શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Frequently Asked Questions

અકસ્માત ક્યાં થયો હતો?

આ ગમખ્વાર અકસ્માત સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક થયો હતો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા?

આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ મહિલાના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. કાર ચાલક સહિત બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

અકસ્માત કયા વાહનો વચ્ચે થયો હતો?

આ અકસ્માત ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર એક કાર અને એક રિક્ષા વચ્ચે થયો હતો. રિક્ષા ચાલકે અચાનક ટર્ન લેવાનો પ્રયાસ કરતા ટક્કર થઈ હતી.

અકસ્માતનું પ્રાથમિક કારણ શું હતું?

પ્રાથમિક તપાસમાં રિક્ષા દ્વારા અચાનક ટર્ન લેવામાં આવતા પાછળથી આવી રહેલી કાર સાથે ટક્કર થઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget