રાજ્યમાં ઠેર-ઠેર હોલિકા દહન, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાની કડક સૂચના
વૈદિક રીતે હોળી પ્રગટાવી કોવિડની ગાઈડલાઈન્સ સાથે કરાઈ ઉજવણી. મર્યાદિત સંખ્યામાં હોલિકા દહનના કાર્યક્રમ થઈ રહ્યા છે. અમદાવાદના થલતેજમાં ધાર્મિક પરંપરા મુજબ હોલિકા દહન કરાયું. રહીશોએ એકઠા થઈ હોળીની કરી પ્રદક્ષિણા. મમરા, ધાણી, ખજૂર, નારિયેળ અર્પણ કર્યા.
અમદાવાદ: કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વૈદિક રીતે હોળી(Holi) પ્રગટાવી કોવિડ (Covid19)ની ગાઈડલાઈન્સ સાથે કરાઈ ઉજવણી. મર્યાદિત સંખ્યામાં હોલિકા દહનના કાર્યક્રમ થઈ રહ્યા છે. અમદાવાદ(Ahemdabad)ના થલતેજમાં ધાર્મિક પરંપરા મુજબ હોલિકા દહન કરાયું. રહીશોએ એકઠા થઈ હોળીની કરી પ્રદક્ષિણા. મમરા, ધાણી, ખજૂર, નારિયેળ અર્પણ કર્યા.
ધૂળેટીના પર્વ પર પોલીસ અને મનપાની બસોથી વધુ ટીમ અમદાવાદમાં ફરશે. પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં ચારથી પાંચ લોકો હોળી રમતા પકડાશે તો ગટર અને નળ ક્નેકશન કપાશે. જાહેરમાં ધૂળેટી રમતા ઝડપાયા તો કડક કાર્યવાહી કરાશે. ઘર્ષણ થવાની શક્યતા હશે ત્યાં પોલીસ અને JETની ટીમ કરશે સઘન ચેકિંગ.
હોળીના પર્વનું હિન્દુ ધર્મમાં અનેરુ મહત્વ છે. ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન (holika dahan) કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. તો હોળીની જ્વાળાનું પણ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્વાળાની દિશા આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત આપે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ હોળીની જ્વાળા પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. હોળીની જ્વાળા જે દિશામાં જાય છે. તે પ્રમાણે આવનાર વર્ષ કેવું જશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રી મુજબ 28 માર્ચે પ્રગટનાર હોળીની જ્વાળાની દિશા મુજબ આવનાર વર્ષ કેવું જશે તેના સંકેત મેળવી શકાશે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ જો હોળીની જ્વાળાની દિશા અગ્નિ દિશામાં હોય તો તે ઓછો વરસાદને સૂચવે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ હોળીનો દિવસ હવામાનના અવલોકન અને તેના સંકેત આપતો ખાસ દિવસ છે. તેથી આ દિવસના આઘારે આવનાર વર્ષ કેવું રહેશે, તેનો અનુમાન લગાવાય છે. ફાગણની પૂનમની રાત્રે હવાની દિશા પરથી આવનાર વર્ષના હવામાનનો અનુમાન લગાવાય છે.