Cyclone Biparjoy: વાવાઝોડાએ કચ્છમાં સર્જી તારાજી, ગૃહમંત્રી અમિત શાહ આજે નુકસાનનું કરશે હવાઈ નિરીક્ષણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી.
![Cyclone Biparjoy: વાવાઝોડાએ કચ્છમાં સર્જી તારાજી, ગૃહમંત્રી અમિત શાહ આજે નુકસાનનું કરશે હવાઈ નિરીક્ષણ Home Minister Amit Shah will do an aerial inspection of the damage today in Kutch Cyclone Biparjoy: વાવાઝોડાએ કચ્છમાં સર્જી તારાજી, ગૃહમંત્રી અમિત શાહ આજે નુકસાનનું કરશે હવાઈ નિરીક્ષણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/472476ed71ea0eb045cbed67104199b8168697424727881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyclone Biparjoy: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભુજમાં હાજર રહેશે. સંભવિત કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે હવાઈ નિરીક્ષણ કરી નુકશાનીનો તાગ મેળવશે.
રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી જાહેરાત
બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે. બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે.
વાવાઝોડા બાદ જિલ્લા કલેકટરો દ્વારા નુકશાની અને રાહત અંગે કામગીરી કરવામાં આવી રહી છે. કેસ ડોલ્સ પાત્ર લોકોને ચુકવણી શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. પંચાયત વિભાગના ઇજનેરોને કચ્છ સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આ ટીમો નુકશાનીનો સર્વે કરશે. વાવાઝોડાને કારણે 3,700 કિલોમીટર રોડને નુકશાન થયું છે. જ્યારે 34 લોકોને વાવાઝોડામાં ઇજા પહોંચી છે. 19,500 વીજપોલ ધરાશાયી થયા છે તેમાંથી 1,500 જેટલા પોલને ફરી ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 92 પશુઓ પણ મોતને ભેટ્યા છે.
વાવાઝોડામાં સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓની ખૂબ જ સરાહનીય કામગીરી
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસકર્મીઓએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ખૂબ જ સરસ કામગીરી કરી છે. પોલીસકર્મીઓ અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ થયા તેને જાતે જ કામ કરી રસ્તાઓને ફરી ચાલુ કરાવ્યા છે. પોલીસકર્મીઓની આ ખૂબ જ સરસ કામગીરીની તસવીરો પણ સામે આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)