શોધખોળ કરો

Gujarat Weather update: ચોમાસા માટે ગુજરાતે હજુ કેટલી જોવી પડશે રાહ, જાણો હવામાન અપડેટ્સ

Gujarat Weather update: આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી. આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી પેટર્ન એકટિવ થઇ છે. જેને લઇને કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટા પડી શકે છે. જો કે ચોમાસાના વરસાદ માટે હજું રાહ જોવી પડશે.

Gujarat Weather update: મોનસૂનની ગતિ ધીમી પડી છે. જેના કારણે  26 જૂન સુધી ચોમાસાના આગમનની શક્યતા નહીવત છે. જેથી અમદાવાદમાં હજુ 40 ડિગ્રીની આસપાસ  તાપમાન રહેશે.  જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં હળવો છૂટછવાયો વરસાદ વરસી શકશે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બીજી તરફ જોઇએ તો હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગરમી પડી રહી છે. જો કે 2 દિવસમાં રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે સાર્વત્રિક વરસાદની શકયતા નહિવત છે. છૂટછવાયો અને હળવો વરસાદ વરસી શકે છે. ક્યાં વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે તે વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં  ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે  કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

આ પણ વાંચો: Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, ડાંગ સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ચોમાસું ગુજરાતમાં દસ્તક આપે તે પહેલા ગુજરાતના વિવિધ વિસ્તારમાં  વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસશે. આ સ્થિતિ રાજ્યમાં આગામી 5થી 7 દિવસ રહી શકે છે. 

મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો ચોમાસાની ગતિ 8 જૂનથી સ્થિર થઇ ગઇ છે. તે મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પહોંચ્યાં બાદ આગળ વધ્યું નથી, હવામાન વિભાગના અંદાજ મુજબ હજુ ચોમાસાને આગામી 7 દિવસનો સમય મહારાષ્ટ્રને આવરી લેતા થશે. સામાન્ય રીતે મુંબઇ ચોમાસું પહોંચે તેના એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. જો કે હજુ  મુંબઇ પહોંચતાં એક સપ્તાહનો સમય લાગે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાના વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસાની ગતિ અને હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે. ચોમાસું ગુજરાતમાં જૂનના અંતમાં  દસ્તક આપી શકે છે એટલે કે 30 જૂનની આસપાસ મોનસૂનની વિધિવત ગુજરાતમાં એન્ટ્રી થાય તેવો અંદાજ હવામાન વિભાગના આંકલન મુજબ સેવાઇ રહ્યો છે. 

હવામાન વિભાગના અંદાજ મુજબ ગુજરાતમાં 27 જુન સુધી ભારે સાર્વત્રિક વરસાદનો કોઇ અનુમાન નથી. 27 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટ છવાયો હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આજે  17 જૂને, દેશભરના 21 રાજ્યોમાં વરસાદનું અનુમાન છે.  જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ઓડિશા, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. 

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસવાની શક્યતા છે?

હવામાન વિભાગના અંદાજ મુજબ, ગુજરાતમાં જૂનના અંતમાં, એટલે કે 30 જૂનની આસપાસ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. ચોમાસાની ગતિ હાલ ધીમી પડી છે.

અમદાવાદમાં હાલનું તાપમાન કેટલું રહેશે?

અમદાવાદમાં હજુ 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે, કારણ કે 26 જૂન સુધી ચોમાસાના આગમનની શક્યતા નહિવત છે.

ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે?

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, કચ્છ અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સ્થિતિ આગામી 5 થી 7 દિવસ રહી શકે છે.

ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ ક્યારથી જોવા મળશે?

હવામાન વિભાગના અંદાજ મુજબ, 27 જૂન સુધી ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદનો કોઈ અનુમાન નથી. ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Advertisement

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget